VIDEO: UKSSSC પેપર લીક કેસ: EDએ 63.30 લાખની સંપત્તિ જપ્ત કરી
સોર્સ : gstv
ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન પરીક્ષા પેપર લીક કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 63 લાખ 30 હજાર રૂપિયાની જંગમ તેમજ સ્થાવર મિલકતો જપ્ત કરી છે....આ કાર્યવાહી 2016 અને 2021ની પરીક્ષાઓ માટે પ્રશ્નપત્રો લીક કરનાર સંગઠિત સિન્ડિકેટ દ્વારા મેળવેલા ગેરકાયદેસર પૈસાથી ખરીદેલી સંપત્તિઓને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે....EDની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રિન્ટિંગ એજન્સી મેસર્સ RMS ટેક્નો સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડના કર્મચારીઓએ જાહેર સેવકો અને મધ્યસ્થીઓ સાથે મળીને પ્રશ્નપત્રો ચોરીને વેચ્યા હતા. ઉમેદવારોએ લીક પેપર મેળવવા મોટી રકમ ચૂકવી હતી. EDએ આ કેસમાં તપાસ ચાલુ રાખી છે.

