VIDEO: ઉદયનીધિના સમર્થકો પોલીસ સ્ટેશને ઉમટ્યા
સોર્સ : gstv
તમિલનાડુના તંજાવુરમાં કાવેરી જળ અધિકારના વિરોધ પ્રદર્શન દરમિયાન અભિનેત્રી તૃષા પર વિવાદિત ટિપ્પણીના મામલે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરવામાં આવી છે. ભાષણ દરમિયાન થયેલી ટિપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ TVK દ્વારા પોલીસ અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે ઉદયનિધિને તંજાવુરથી સેંગિપટ્ટી પોલીસ સ્ટેશન લઈ જવાનો નિર્ણય કર્યો હતો, જ્યાં સમર્થકોની મોટી ભીડ એકત્ર થઈ હતી. જોકે હાઈકોર્ટે પૂછપરછ બાદ તેમને આજે જ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

