Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Udayanidhi Stalin makes serious allegations against TVK in the Assembly

VIDEO : 'TVK પાસે માત્ર 106 ધારાસભ્યો, ટેકા માટે કરી રહ્યા છે સોદાબાજી'; વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિનનો ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને TVK  સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે રાજ્યના 65% મતદારોએ TVK વિરુદ્ધ મતદાન કર્યું છે અને હવે લોકો પોતાની ભૂલનો અહેસાસ કરી રહ્યા છે. ઉદયનિધિએ વધુમાં ઉમેર્યું કે TVK પાસે હાલ માત્ર 106 ધારાસભ્યો છે અને તેઓ અન્ય પક્ષોના ટેકાથી સરકાર બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

App Store

તેમણે આરોપ લગાવ્યો કે સત્તા ટકાવી રાખવા માટે પક્ષપલટા અને અન્ય નેતાઓ સાથે ગુપ્ત સોદાબાજી કરવામાં આવી રહી છે. ખાસ કરીને AIADMK ના નેતાઓ સાથેની મુલાકાતો અને તેમને મંત્રીપદ આપવાની ચર્ચાઓ પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા. ડીએમકે ના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરતા ઉદયનિધિએ વિનંતી કરી હતી કે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલી લોકકલ્યાણની યોજનાઓનું રાજનીતિકરણ કરવામાં ન આવે.