Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two suspects arrested ahead of PM Modi's event in Mumbai

VIDEO: મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદ લોકો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા જ બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત થઈ છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પાસે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના મતે, એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે આપી હતી.  માહિતી અનુસાર, તપાસ દરમિયાન તેની પાસેથી PMO કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું જણાયું હતું. આ સિવાય બીજા શંકાસ્પદ પાસે બંદૂક પણ હતી. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ બંને શંકાસ્પદો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે આવવાનો શું હેતુ હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.

App Store