Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Two people conspired against me', Kejriwal

VIDEO : 'બે લોકોએ મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું', કેજરીવાલે મીડિયા સામે આપ્યું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : google

દિલ્હીની એક કોર્ટે આજે (શુક્રવારે) કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને 21 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે CBIને ઠપકો આપતા કહ્યું કે તેમને નીતિમાં કોઈ "મોટું કાવતરું કે ગુનાહિત ઈરાદો" જોવા મળ્યો નથી. કોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ન્યાયાધીશે "ખરેખર બહુ હિંમત" દર્શાવી.

App Store

CBIને મારા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી - કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું, કોર્ટે મારા વિરુદ્ધના કેસને સંપૂર્ણપણે ખોટો જાહેર કર્યો. CBIને મારા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મેં ફક્ત પ્રામાણિકપણે પૈસા કમાયા છે. કોર્ટે સ્વીકાર્યું કે, કેજરીવાલ અને મનીષ સિસોદિયા કટ્ટર પ્રામાણિક છે. બે લોકોએ મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું. મારી પ્રામાણિકતાને કલંકિત કરવા માટે મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હતો.

કોર્ટે સીબીઆઈને આપ્યો ઠપકો

જણાવી દઈએ કે, આ કેસમાં નિર્દોષ જાહેર કરાયેલા 21 અન્ય આરોપીઓમાં કે.કવિતાનો પણ સમાવેશ થાય છે. CBIને સખ્ત ઠપકો આપતા સ્પેશિયલ જજ જીતેન્દ્ર સિંહે આરોપીઓ સામે એજન્સીની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રીય એજન્સીનો કેસ ન્યાયિક તપાસમાં યોગ્ય ઉતર્યો નથી. કારણ કે CBIએ ફક્ત અનુમાનના આધારે કાવતરું સિદ્ધાંત ઘડવાનો પ્રયાસ કર્યો હતો.

અરવિંદ કેજરીવાલ કેમેરા સામે રડી પડ્યા
CBI અગાઉની આપ સરકાર દ્વારા રદ કરાયેલી એક્સાઇઝ નીતિમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ કરી રહી હતી. કોર્ટના નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતી વખતે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. તેમણે કહ્યું કે તેમની સામેનો ભ્રષ્ટાચારનો કેસ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં "સૌથી મોટું રાજકીય કાવતરું" હતું.