Pune Porsche case: ડસ્ટબિનમાં ફેક્યું રઈશજાદાનું બ્લડ સેંપલ, કોઈપણ ભોગે બચાવવા માંગતા હતા ડોક્ટર

પુણેની પોર્શે કાંડ ઘટનામાં મોટો ખુલાસો થયો છે. સોમવારે પુણે પોલીસે જણાવ્યું હતું કે સગીર આરોપીના લોહીના નમૂના લીધા બાદ તેને ડસ્ટબીનમાં ફેંકી દેવાયા હતા. પોલીસે પુરાવા સાથે ચેડા કરવા અને સેમ્પલ બદલવાના આરોપસર બે ડોક્ટરોની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસને શંકા છે કે આ કેસમાં ડ્રાઈવરને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, પુણેની સસૂન હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા અને હોસ્પિટલના અન્ય એક ડૉક્ટરની પુરાવા સાથે છેડછાડ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ એ જ હોસ્પિટલ છે જ્યાં પોર્શ કારના અકસ્માતના આરોપી સગીર છોકરાને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો.
આ માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી છે. અકસ્માતમાં સામેલ સગીરના લોહીના નમુનાને જેણે દારૂનું સેવન નહોતું કર્યું એવા અન્ય વ્યક્તિના લોહીના નમૂના સાથે બદલી નાંખ્યા હતા.જ્યારે સગીરના લીધેલા બ્લડ સેમ્પલને કચરામાં ફેંકી દીધાની પોલીસને આશંકા છે. આ બાબતે સોમવારે જ પોલીસે ફોરેન્સિક વિભાગના વડા અને એક ડોક્ટરની ધરપકડ કરી હતી. તેમની ઓળખ ડૉ. અજય તાવરે અને શ્રીહરિ હરનોર તરીકે થઈ છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે..
સગીર આરોપીની તપાસ સસૂન હોસ્પિટલમાં જ થઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતના દિવસે 19 મેના રોજ સવારે 11 વાગ્યે સગીરને મેડિકલ ટેસ્ટ માટે સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં તેની મેડિકલી તપાસ કરવામાં આવી હતી. પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે પ્રથમ નમૂનામાં આલ્કોહોલ મળ્યો ન હતો, આ બાબતે જ રિપોર્ટ પર શંકા ઘેરી બની હતી.
જ્યારે બીજા બ્લડ રિપોર્ટમાં સગીરના શરીરમાં આલ્કોહોલ હોવાનું બહાર આવ્યું હતું અને ડીએનએ ટેસ્ટમાં પુષ્ટિ થઈ હતી કે સેમ્પલ બે અલગ-અલગ વ્યક્તિઓના છે, જેના કારણે તપાસ અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા હતા. કારણ કે સરકારી હોસ્પિટલના તબીબોએ આરોપીને બચાવવા માટે પુરાવા સાથે છેડછાડ કરી છે. પુણે ક્રાઈમ બ્રાંચ હાલમાં બંને ડોકટરોની મહત્વપૂર્ણ પુરાવા સાથે રમત છેડછાડ કરવા બદલ તેમની કથિત ભૂમિકા માટે પૂછપરછ કરી રહી છે.
આ સમગ્ર મામલો સતત વિવાદમાં રહ્યો છે. સૌથી પહેલા તો આ કેસમાં આરોપીઓને મળેલી સજાની ખૂબ ચર્ચા થઈ હતી. આ પછી આરોપીના પરિવારના અંડરવર્લ્ડ કનેક્શનના આરોપો હતા, જે હેઠળ તે પોતાની શક્તિનો ઉપયોગ કર્યા વિના કેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દારૂના નશામાં કથિત રીતે પોર્શ ચલાવતો હતો.

