VIDEO: જયપુરમાં માર્ગ અકસ્માતમાં બેના મોત
સોર્સ : gstv
રાજસ્થાનના જયપુરમાં જમવારામગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મુંબઈ-વડોદરા હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.

