VIDEO: એફઆરસીએ રજીસ્ટ્રેશન માટે લાંચ માંગવાના કેસમાં ગૃહ મંત્રાલયના બે અધિકારીઓની ધરપકડ: MHA એ અપનાવી 'ઝીરો-ટોલરન્સ' નીતિ
સોર્સ : gstv
વિદેશી ફંડિંગ નિયમન કાયદા હેઠળ નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવા માટે કથિત રીતે લાંચ માંગવાના આરોપસર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી નવી દિલ્હીમાં આ કાર્યવાહી કરી હતી….પકડાયેલા અધિકારીઓમાં એક વરિષ્ઠ એકાઉન્ટન્ટ છે જેઓ MHAના ફોરેનર્સ ડિવિઝનમાં ફરજ બજાવે છે, જ્યારે બીજા અધિકારી પે એન્ડ એકાઉન્ટ ઓફિસમાં તૈનાત છે. ગૃહ મંત્રાલયે ભ્રષ્ટાચાર સામે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે FCRAની તમામ સેવાઓ ઓનલાઈન છે અને કોઈ એજન્ટ કે મધ્યસ્થી અધિકૃત નથી.

