Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two buses collide head-on on a bridge in Uttar Pradesh, Nepali woman dies

ઉત્તર પ્રદેશમાં બ્રિજ પર બે બસ સામસામે અથડાઇ, નેપાળી મહિલાનું મોત, 23 મુસાફરોની હાલત ગંભીર

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ઉત્તર પ્રદેશમાં બ્રિજ પર બે બસ સામસામે અથડાઇ, નેપાળી મહિલાનું મોત, 23 મુસાફરોની હાલત ગંભીર
સોર્સ : GSTV

 ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના ઇસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણજીત નગર પુલ પર શિમલા જઈ રહેલી એક મીની બસની સામેથી આવી રહેલી બીજી બસ સાથે અથડાઈ હતી. જેથી બંને બસોમાં મુસાફરી કરી રહેલા લગભગ 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક નેપાળી મહિલાનું મોત થયું હતું. માહિતી મળતાં જ ઇસાનગર અને ખમરિયા પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને CHC ખમરિયા અને ધૌરહરા લઈ ગયા હતા.

App Store

બંને બસોમાં મુસાફરી કરી રહેલા 35 મુસાફરો ઈજાગ્રસ્ત

ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણજીત નગર પુલ પર રુપૈડિયા, બહરાઇચ અને શ્રાવસ્તીના મુસાફરોને લઈને શિમલા જઈ રહેલી એક મીની બસ લખનૌથી ધૌરહરા પરત ફરી રહેલી ખાનગી બસ સાથે સામસામે અથડાઈ હતી. બંને બસોમાં મુસાફરી કરી રહેલા લગભગ 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 23ની હાલત ગંભીર છે. 

ગંભીર ઇજાઓ જોતા જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા

માહિતી મળતાં જ ઇસાનગરના સ્ટેશન હાઉસ ઓફિસર નિર્મલ તિવારી અને ખમરિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ઓ.પી. રાય, ધૌરહરા ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શિવાજી દુબે, સીઓ ધૌરહરા શમશેર બહાદુર સિંહ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ જલવર્ષા (55), જયવર્ષા (50), આરતી (25), રામાવતી (55) અને ઉમાકાંત (30) અને ત્રણ અજાણ્યા ઘાયલોને ધૌરહરા સીએચસીમાં મોકલ્યા. જ્યાં ડૉક્ટરે તેમની ગંભીર ઇજાઓ જોઈને તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા.

 એક નેપાળી મહિલાનું મૃત્યુ

ખમરિયા સીએચસીમાં લાવવામાં આવેલા 30 ઘાયલોમાં 15 નેપાળી નાગરિકો છે, જેમાં પ્રશાંત જાંગી (16), આશા (30), સુદીપન (35), ચંપા (40), સંગીતા (42), ધન માયા (40), રાજ બહાદુર કુશ્રી (35), દીપા (13) નો સમાવેશ થાય છે. જ્યારે ખમરિયા સીએચસીમાં એક નેપાળી મહિલાનું મૃત્યુ થયું. જ્યારે 15 ગંભીર ઘાયલોને લખીમપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.