VIDEO: જયપુરમાં કોંગ્રેસ સેવા દળની તિરંગા યાત્રા
સોર્સ : gstv
ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટની વર્ષગાંઠ નિમિત્તે જયપુરમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. તિરંગા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રા યોજાઈ અને દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા. રાજસ્થાન વિધાનસભાના વિપક્ષના નેતા ટીકારામ જુલીએ પણ યાત્રામાં હાજરી આપી. આ દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને યાદ કરી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો.

