VIDEO : ઓડિશામાં પીએમ આવાસ યોજનાનો લાભ ન મળતા આદિવાસી સમુદાયમાં ભારે રોષ
સોર્સ : gstv
ઓડિશાના મયુરભંજ જિલ્લામાં જામુડીહ પંચાયતમાં રહેતા ખાસ નબળા આદિવાસી જૂથ પરિવારો આજે પણ પાકા મકાનોથી વંચિત હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા માટે તેમણે વહીવટીતંત્રને વારંવાર અપીલ કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. આ મામલે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નું ધ્યાન દોરવામાં આવ્યું છે, કારણ કે આ પરિવારો કાચા અને જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. અત્યંત પછાત ગણાતા આ સમુદાયના ઉત્થાન માટે સરકારી યોજનાઓના અમલીકરણમાં થતા વિલંબ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

