VIDEO: દિવેઆગર બીચ પર કરુણ દુર્ઘટના, 8 વિદ્યાર્થીઓના મોત
સોર્સ : gstv
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દિવેઆગર બીચ પર દરિયામાં ડૂબી જવાથી પુણેના આળંદીના આઠ વિદ્યાર્થીઓના મોત થયા છે. ધોરણ 11 અને 12ના કુલ 42 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસના પ્રવાસે દિવેઆગર આવ્યા હતા. આ દરમિયાન આઠ વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા અને ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મહાકાલી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોની મદદથી તમામ આઠ વિદ્યાર્થીઓને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને બોરલી પંચતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે.

