VIDEO: સિલિંગ ડ્રાઈવ સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ
સોર્સ : gstv
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મહાનગરપાલિકાની સિલિંગ ડ્રાઈવ સામે વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. રોશનપુરા ચોકડી ખાતે સેંકડો વેપારીઓ એકત્ર થયા હતા અને રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ મુખ્યમંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કરવાની માંગ કરી હતી. વેપારીઓનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી સિલિંગ કાર્યવાહીના કારણે તેમના વેપાર અને રોજગારી પર અસર થઈ રહી છે. વિરોધ દરમિયાન વેપારીઓએ પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. રોશનપુરા ચોકડી ખાતે વેપારીઓના રસ્તા રોકો આંદોલનને કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. વેપારીઓએ સરકારને તેમની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક ઉકેલ લાવવાની અપીલ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પ્રદર્શનના દૃશ્યો સામે આવ્યા છે.

