બિહારમાં માતાનું દૂધ બાળકો માટે ખતરાની ઘંટડી, નવા અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

બિહારમાં હવા એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે તાજા જન્મેલા બાળકોના સ્વાસ્થ્યને અસર કરી રહી છે. મહાવીર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ-પટના અને એઈમ્સ નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલા સંયુક્ત અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસમાં ભોજપુર, સમસ્તીપુર, મુંગેર, ભાગલપુર, ખગરિયા અને નાલંદા સહિત છ જિલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાંથી 40 સ્તનપાન કરાવતી માતાઓના દૂધમાં યુરેનિયમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોના મતે ખગરિયામાં સૌથી વધુ અને નાલંદામાં માતાના દૂધમાં યુરેનિયમનું સૌથી ઓછું સ્તર જોવા મળ્યું હતું. જોકે યુરેનિયમની સાંદ્રતા પ્રતિ લિટર 0થી 5.25 માઇક્રોગ્રામ સુધીની હતી, જેનાથી બાળકોને કોઈ મોટું જોખમ થયું નથી પરંતુ આ ચિંતાનો વિષય જરૂર છે.
અભ્યાસમાં શું જાણવા મળ્યું?
એઇમ્સના ડૉક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે કેટલાક બાળકોમાં બિન-કાર્સિનોજેનિક જોખમ જોવા મળ્યું હતું કારણ કે તે પેશાબ દ્વારા બહાર નીકળે છે. અભ્યાસ મુજબ દૂધમાં જોવા મળતું સ્તર WHOના ધોરણોથી ઘણું નીચે હતું. WHOની મર્યાદા 30 માઇક્રોગ્રામ છે, જ્યારે એક અભ્યાસમાં 5.25 માઇક્રોગ્રામ જોવા મળ્યું.
બાળકોને નુકસાન થઈ શકે?
મેડિકલ અભ્યાસ રિપોર્ટ સૂચવે છે કે લાંબા ગાળાના ઉચ્ચ સ્તરનું યુરેનિયમ બાળકોની કિડનીને અસર કરી શકે છે. જો કે, તાજેતરના અભ્યાસોમાં ખૂબ જ નીચું સ્તર જોવા મળ્યું છે, જેની સ્વાસ્થ્ય પર ન્યૂનતમ અસર થશે. એટલે નાના બાળકોને સ્તનપાન ઓછું ન કરાવો. કારણ કે સ્તનપાન એ બાળકો માટે સૌથી સલામત અને શ્રેષ્ઠ પોષણ છે.
માતાના દૂધમાં શું જોવા મળે છે?
વૈજ્ઞાનિકોના મતે માતાના દૂધમાં એન્ટિબોડીઝ, સારી ચરબી, પ્રોટીન, લેક્ટોઝ, વિટામિન્સ, એન્ટિબોડીઝ અથવા પ્રીબાયોટિક્સ અને સ્વસ્થ બેક્ટેરિયા હોય છે. જો કે, બિહારમાં તાજેતરના સંશોધનમાં માતાના દૂધમાં યુરેનિયમની માત્રા જોવા મળી હતી.

