VIDEO:ઉનાળા વેકેશનમાં મસૂરી તરફ પ્રવાસીઓની ભીડ
દિલ્હી-એનસીઆરમાંથી મસૂરી જવા માટે પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળ્યો છે. ઉનાળા વેકેશનની રજાઓ અને સપ્તાહના અંતે

દિલ્હી-એનસીઆરમાંથી મસૂરી જવા માટે પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળ્યો છે. ઉનાળા વેકેશનની રજાઓ અને સપ્તાહના અંતે દહેરાદૂન-મસૂરી માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ચાર ધામ યાત્રા અને વધતા પ્રવાસીઓને કારણે છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી આ સમસ્યા વધી છે. દહેરાદૂન પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા ખાસ વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત વિસ્તારને 4 સુપર ઝોન, 10 ઝોન અને 19 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સર્કલ ઓફિસર અંકિત કંડારીએ જણાવ્યું કે અધિકારીઓ અને કર્મચારીઓને વ્યાપકપણે તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓને પાર્કિંગમાં જ વાહનો પાર્ક કરવા અપીલ કરવામાં આવી છે
