Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Torrential rains in Delhi affected people's lives

VIDEO: દિલ્હીમાં ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજધાની દિલ્હીમાં મંગળવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દ્વારકા સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો બન્યો હતો અને ઓફિસ જતાં લોકો તેમજ મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી સ્થળોએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News