Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TMC's show of strength: Mamata Banerjee gives 15-day ultimatum to leaders who quit party

VIDEO: ટીએમસીનું શક્તિ પ્રદર્શન: મમતા બેનર્જીએ પક્ષ છોડનાર નેતાઓને આપી ૧૫ દિવસની અલ્ટીમેટમ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ઉત્તર દિનાજપુરના ચોપરામાં તૃણમૂલ કોંગ્રેસે સંગઠનાત્મક તાકાતનું પ્રદર્શન કર્યું છે. કમલાગાંવ-સુજાલી પંચાયતમાં યોજાયેલી આ બેઠકમાં મમતા બેનર્જીએ સંબોધનમાં પક્ષ છોડીને ગયેલા સાંસદો અને ધારાસભ્યોને પાછા ફરવા માટે ૧૫ દિવસની સમયમર્યાદા આપી છે. તેમણે કહ્યું કે  ગદ્દારો માટે પક્ષમાં કોઈ સ્થાન નથી. મમતાએ ચૂંટણી પંચ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર પ્રભારી રહેશે ત્યાં સુધી ભાજપ સત્તામાં રહેશે. તેમણે ભાજપ વિરુદ્ધ 'ઈન્ડિયા' ગઠબંધનને મજબૂત કરવા ટીએમસીને સબળ બનાવવાની વાત કરી. મુખ્ય વક્તા કલ્યાણ બેનર્જીએ પણ સુવેન્દુ અધિકારી અને પક્ષના અન્ય વિદ્રોહી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

App Store