VIDEO: Kolkata / સ્ટ્રોંગ રૂમમાં ભાજપના લોગો અને 'આર્મી' લખેલી શંકાસ્પદ કાર ઘૂસતા TMCનો ભારે વિરોધ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલકાતાની સખાવત મેમોરિયલ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની બહાર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓનો આરોપ છે કે ભાજપના લોગોવાળી એક સફેદ કાર, જેના પાછળના ભાગે આર્મી લખેલું હતું, તેને પોલીસે તપાસ્યા વગર જ સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશવા દીધી હતી. TMC કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ફોર્સ દરેકની તપાસ કરી રહી હતી ત્યારે અચાનક એક ભૂતપૂર્વ સૈનિકની કાર ભાજપના ઝંડા સાથે અંદર ગઈ અને તેમાંથી ત્રણ લોકો બહાર આવ્યા. જ્યારે કાર્યકર્તાઓએ તપાસની માંગ કરી ત્યારે તે કાર ગાયબ થઈ ગઈ હતી અને થોડા સમય પછી ત્યાંથી નીકળી ગઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો છે.

