પહેલગામ હુમલામાં સામેલ આતંકી સુલેમાન અને યાસિર ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો

ભારતીય સેનાએ પહેલગામ આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે. ત્રણ મહિના બાદ પહેલગામમાં 26 માસૂમોની હત્યા કરનારા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુત્રો અનુસાર ત્રણ પાકિસ્તાની આતંકી સુલેમાન, યાસિર અને અલીના શબ મળ્યા છે જેમાંથી સુલેમાન અને યાસિર પહેલગામ હુમલામાં સામેલ હતા.
દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં સર્ચ અને કોમ્બિંગ દરમિયાન પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓને સેનાએ ઢેર કર્યા છે. સેનાએ ઓપરેશન મહાદેવ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. આ ત્રણેય આતંકીઓ છે. આ આતંકીઓને આશ્રય આપનારાઓની પણ પૂછપરછ કરવામાં આવશે. સેનાની આ કાર્યવાહીમાં લશ્કર કમાન્ડર મૂસા માર્યો ગયો હોવાની આશંકા છે. ત્રણેય આતંકીઓના શબ ડ્રોન દ્વારા કેપ્ચર કરવામાં આવ્યા છે.
જમ્મુ -કાશ્મીરમાં શ્રીનગરના બહારી વિસ્તાર સ્થિત દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની હાજરીની શંકાને પગલે ઓપરેશન મહાદેવ હેઠળ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ વિદેશી આતંકવાદીઓ હોઈ શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલગામ હુમલામાં સામેલ આતંકીઓ હોવાની આશંકા છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની ટીમ દાચીગામ ફોરેસ્ટના ઉપરના ભાગમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ વિસ્તાર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે. અને પર્વતીય માર્ગ પરથી પસાર થાય છે. ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબારના અવાજો સંભળાતા આ વિસ્તારમાં ગભરાહટભર્યો માહોલ છે.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આતંકવાદી જૂથ TRFના આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. દાચીગામ નેશનલ પાર્કને TRF આતંકવાદીઓનું મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે. આમાના એક જૂથને જ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે.
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
આ ઘટનાને ધ્યાનમાં રાખીને, સોમવારે, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને શોધખોળ અભિયાન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. જોકે હજુ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયાની કે ધરપકડ થયાની કોઈ પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો હાજર છે. સ્થાનિક વહીવટીતંત્રે સામાન્ય નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરવા સાથે કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી શાંતિ જાળવવા કહ્યું છે.
દાચીગામ જંગલોમાંથી આતંકી ઠેકાણાનો નાશ કરાયો
જાન્યુઆરીની શરૂઆતમાં દાચીગામના ગાઢ જંગલોમાં TRF ના એક ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો. એ સમયે પણ સુરક્ષાદળોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

