Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Those who could not stop the Ram Mandir theft, how will they stop the paper leak?" Akhilesh Yadav attacks the BJP government in Parliament

VIDEO: "જેઓ રામમંદિરની ચોરી ન રોકી શક્યા, તેઓ પેપર લીક કેવી રીતે રોકશે?" સંસદમાં અખિલેશ યાદવના ભાજપ સરકાર પર આકરા પ્રહારો 

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદમાં ‘જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની અટકાયત) સુધારા વિધેયક, ૨૦૨૬’ (Public Examinations Amendment Bill, 2026) પર ચર્ચા કરતી વખતે સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ સરકાર સામે આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે પેપર લીકના મુદ્દે સરકારની દાનત અને ક્ષમતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

App Store

"કોને મૂર્ખ બનાવવાની કોશિશ થઈ રહી છે?"

સરકાર દ્વારા લાવવામાં આવેલા સુધારા બિલ અંગે બોલતા અખિલેશ યાદવે તીખો વ્યંગ કરતા જણાવ્યું હતું કે, "જે લોકો મંદિર કે ધાર્મિક સ્થળો પરથી ચડાવેલા પ્રસાદની ચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા છે, તેઓ દેશમાં પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ કેવી રીતે રોકી શકવાના છે?" તેમણે ઉમેર્યું કે સરકારે માત્ર વર્તમાન કાયદામાં એક નાનો સુધારો રજૂ કર્યો છે. કાયદામાં માત્ર ફેરફાર કરીને સરકાર આખરે કોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે?

10 વર્ષમાં 20 થી વધુ પેપર લીક થયાનો દાવો

ભાજપના દસ વર્ષના શાસનકાળ પર નિશાનો સાધતા સમાજવાદી પાર્ટીના નેતાએ સવાલ કર્યો હતો કે જો સરકારનો અગાઉનો કાયદો ખરેખર અસરકારક હોત, તો પછી ભાજપના 10 વર્ષના શાસનમાં 20થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર કેવી રીતે લીક થઈ ગયા? અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું કે માત્ર કાગળ પર કાયદા લાવવાથી દેશના કરોડો યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત નહીં થાય, પરંતુ તેના માટે સરકારમાં મજબૂત ઈચ્છાશક્તિ અને યોગ્ય અમલીકરણની જરૂર છે