Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'This is India, the country will run as per the wishes of the majority': High Court judge

'આ હિન્દુસ્તાન છે, દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે' : હાઈકોર્ટના જજનું વિવાદાસ્પદ નિવેદન

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2024
લાઇવ ટીવીGoogle News
'આ હિન્દુસ્તાન છે, દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે' : હાઈકોર્ટના જજનું વિવાદાસ્પદ નિવેદન

અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવના એક નિવેદનને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. જજ યાદવે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે દેશ હિન્દુસ્તાનમાં રહેનારા બહુસંખ્યક લોકો (બહુમત)ની ઇચ્છા મુજબ ચાલશે. આ કાયદો છે, કાયદો બહુસંખ્યકો મુજબ કામ કરે છે. આને પરિવાર કે સમાજના સંદર્ભની રીતે જોવામાં આવે, માત્ર તે જ સ્વીકર કરવામાં આવશે જે બહુસંખ્યકોના કલ્યાણ અને ખુશી માટે ફાયદાકારક હોય. હાઇકોર્ટના જજ શેખર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, તેમણે સમાન નાગરિકતા સંહિતા (યુસીસી) પર બોલતી વખતે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. મુસ્લિમ સમુદાયનું નામ લીધા વગર જજ શેખર યાદવે કહ્યું હતું કે અનેક પત્નીઓ રાખવી, ટ્રિપલ તલાક, હલાલા જેવી પ્રથાઓ અસ્વીકાર્ય છે. જો તમે એવી દલીલ કરતા હોય કે પર્સનલ લો આ પ્રથાની અનુમતિ આપે છે તો તેને સ્વીકારી ના શકાય. જજ શેખર યાદવના આ નિવેદનની વરીષ્ઠ વકીલો અને નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

App Store

સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ રિબિકા જોને કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ ન માત્ર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજર રહ્યા સાથે જ તેમણે નફરતની નજીકનું ભાષણ પણ આપ્યું જે તેમણે જજ તરીકે લીધેલા શપથનો ભંગ છે. સવાલ એ થાય છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે તેમનું નામ જજ તરીકે પસંદ જ કેમ કર્યું અને હવે તેમની સાથે શું કાર્યવાહી કરશે? તેમનું આ ભાષણ બંધારણ પર પ્રહાર છે. જજ શેખર યાદવે જે નિવેદન આપ્યું તે વિશ્વ હિન્દુ પરિષદની લીગલ સેલના કાર્યક્રમમાં અપાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આવુ ભાષણ આપવા બદલ જજની ટિકા કરવામાં આવી રહી છે.