VIDEO: આ દેશ પ્રવેશ વર્માના પિતાજીનો નથી: થપ્પડ કાંડ પર કેજરીવાલનો પલટવાર
સોર્સ : gstv
પ્રવેશ વર્માના થપ્પડ કાંડ પર હવે રાજકીય વાર-પલટવારની લડાઈ જામી છે. આપના સુપ્રીમો અરવિંગ કેજરીવાલે કહ્યું કે, વધારે દુઃખની વાત એ છે કે ગઈકાલે જ્યારે મંત્રી પરવેશ વર્મા રસ્તાનું નિરીક્ષણ કરવા આવ્યા, ત્યારે લોકોએ ખરાબ રસ્તાની સ્થિતિ બતાવી તો તેમણે સાહિબ સિંહ નામના યુવકને થપ્પડ મારી દીધી. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીમાં આટલો નબળો રસ્તો ક્યારેય બન્યો નથી. ભ્રષ્ટાચારનો વિડિયો બનાવવા પર મંત્રીએ ઉશ્કેરાઈને યુવકને થપ્પડ મારી, પણ Gen Z આ સહન નહીં કરે. તેમણે પરવેશ વર્માને બરખાસ્ત કરવા અને માફી માંગવાની માંગ કરી. કેજરીવાલે પડકાર ફેંકતા કહ્યું કે, આ દેશ તમારા પિતાજીનો નથી, તમે આમ સરેઆમ લોકોને થપ્પડ ના મારી શકો. આ દેશ 140 કરોડ લોકોનો છે.

