મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિયાળુ સત્રના બીજા દિવસે પણ સંસદમાં હોબાળો! કેમ વિપક્ષે બંને ગૃહોમાં કરી જોરદાર નારેબાજી 

સંસદમાં આજે બીજા દિવસે

શિયાળુ સત્રના બીજા દિવસે પણ સંસદમાં હોબાળો! કેમ વિપક્ષે બંને ગૃહોમાં કરી જોરદાર નારેબાજી 

સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. SIR મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે. આ સાથે સરકારના વલણને જોતા વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. 

હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત 

વિપક્ષ દ્વારા લોકસભામાં હોબાળા વચ્ચે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું સંચાર એપ જાસૂસી કરવા માટે લવાઈ 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંચાર સાથી એપ ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનો હથિયાર ગણાવ્યો હતો. 

બીજા દિવસની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો 

આજે બીજા દિવસની કાર્યવાહી શરુ થાય તે પહેલા જ સંસદ બહાર વિપક્ષના સાંસદોએ SIR મુદ્દે દેખાવો કરીને ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે સંસદમાં કાર્યવાહી શરૂ થતા જ ફરી એકવાર હોબાળો શરૂ થઇ ગયો છે. SIR મુદ્દે ચર્ચાની માગ વચ્ચે સરકાર દ્વારા સંચાર સાથી એપને મોબાઈલમાં પ્રિ ઈન્સ્ટોલ કરાવવા અને ડીલિટ ન થવા દેવાની નવી કવાયતથી મામલો વધુ બીચક્યો છે. વિપક્ષે આ મુદ્દે પણ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. 

આ સમાચાર શેર કરો