VIDEO: "આખી દુનિયા ભારત સામે જોઈ રહી છે..." BRICS સમિટમાં બાંસુરી સ્વરાજનું મોટું નિવેદન
નવી દિલ્હીમાં યોજાયેલ 'BRICS WBA વિમેન-લેડ ડેવલપમેન્ટ સમિટ 2026'માં હાજરી આપતાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ બાંસુરી સ્વરાજે મહિલા સશક્તિકરણ અને દેશની આર્થિક પ્રગતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વૈશ્વિક મંચ પરથી ભારતના વિકાસ મોડેલની પ્રશંસા કરતાં જણાવ્યું કે, દેશમાં મહિલાઓના નેતૃત્વવાળા વિકાસને આજે વૈશ્વિક સ્તરે માન્યતા મળી રહી છે.
સમિટ દરમિયાન પ્રતિનિધિઓને સંબોધિત કરતા બાંસુરી સ્વરાજે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને છેલ્લા 12 વર્ષમાં ભારતે તૈયાર કરેલા મજબૂત નીતિગત માળખાને કારણે આજે સમગ્ર વિશ્વ એ પૂછી રહ્યું છે કે વિકાસની ગાથામાં મહિલાઓને વધુ ને વધુ કેવી રીતે જોડી શકાય."
આ સાથે જ તેમણે BRICS સમિટ માટે દેશની રાજધાની દિલ્હીમાં પધારેલા તમામ વિદેશી અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સમિટમાં મહિલાઓની આર્થિક ભાગીદારી, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક નેતૃત્વમાં તેમની ભૂમિકાને સુદ્રઢ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે.

