VIDEO: સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાનો જામીન આપવાનો ઇનકાર કર્યો
સોર્સ : gstv
જોધપુરમાં સગીર છોકરી પર બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે ખરાબ સ્વાસ્થ્યના આધારે વચગાળાનો જામીન આપવાનો ઇનકાર કર્યો છે. અરજી પેન્ડિંગ રાખતાં કોર્ટે જણાવ્યું કે તબિયત બગડે તો ફરીથી માંગી શકાય. અહેવાલ મુજબ હોસ્પિટલની જરૂરી નથી પરંતુ ૨૪ કલાક દેખરેખ જરૂરી છે. રાજસ્થાન હાઈકોર્ટે તાલીમબદ્ધ સંભાળ રાખનાર રાખવાની મંજૂરી આપી. હાઈકોર્ટે ૨૦ દિવસનો પેરોલ મંજૂર કર્યો છે.

