Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Supreme Court has observed that a DNA test can be conducted on the accused person in a paternity dispute

VIDEO : સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે પિતૃત્વના વિવાદમાં આરોપી વ્યક્તિનો ડીએનએ ટેસ્ટ કરાવી શકાય

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે પિતૃત્વના વિવાદમાં આરોપી વ્યક્તિનો ડીએનએ ટેસ્ટ કરાવી શકાય છે, ભલે તે અગાઉદુષ્કર્મના કેસમાં નિર્દોષ છૂટ્યો હોય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફોજદારી કેસમાં નિર્દોષ જાહેર થવાથી જૈવિક પિતૃત્વનો સંબંધ નકારી શકાતો નથી. ન્યાયાધીશ સંજય કરોલ અને એન કોટિશ્વર સિંહની બેન્ચે 1999ના વિવાદમાં અરજી ફગાવી દીધી. યુવકે પોતાને અપીલકર્તાનો જૈવિક પુત્ર હોવાનો દાવો કરી મિલકતમાં હિસ્સો મેળવવા સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે ડીએનએ ટેસ્ટનો આદેશ આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે.

App Store
ટોપિક્સ:gstvgstv newssupreme court