Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Soren government is in trouble as the agitation on the issue of paper leak is intensifying

VIDEO: પેપર લીક મુદ્દે આંદોલન તેજ થતા સોરેન સરકાર મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડ પીએસસી પરીક્ષા અને અન્ય ભરતી પરીક્ષાઓમાં કથિત પેપર લીક સામે છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા નોકરીના ઉમેદવારોએ મંગળવારે રાજ્ય બહારના નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશોની એક સ્વતંત્ર પેનલ દ્વારા તપાસની માંગ કરી છે. આ મુદ્દે  જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે 29 જુલાઈથી અનિશ્ચિત સમય માટે ધરણા પર બેઠેલા આંદોલનકારીઓ એવો આક્ષેપ કર્યો હતો કે જેએમએમની આગેવાનીવાળી સરકાર સીઆઈડીને તપાસ સોંપીને આ મુદ્દા પર પાણી ફેરવવાનો પ્રયાસ કરી રહી છે. ઉમેદવારોએ કહ્યું કે, અમે ચાલી રહેલી સીઆઈડી તપાસ પરથી સંપૂર્ણ વિશ્વાસ ગુમાવી દીધો છે. અગાઉ, સરકારે જેએસએસસી-સીજીએલ પેપર લીક બાબતે સીઆઈડી દ્વારા તપાસ કરાવી હતી. તપાસમાં સામે આવ્યું હતુ કે, 150 માંથી 135 પ્રશ્નોના જવાબો લીક થયા હતા અને 120 પ્રશ્નો પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે બિલકુલ મેચ થતા હતા.

App Store