Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The plight of women in Islam, controversial statement by Rambhadracharya

'25-25 બાળકો પેદા કર્યા પછી મહિલાઓને ત્યજી દે છે', રામભદ્રાચાર્યજીનું વિવાદિત નિવેદન

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
'25-25 બાળકો પેદા કર્યા પછી મહિલાઓને ત્યજી દે છે', રામભદ્રાચાર્યજીનું વિવાદિત નિવેદન
સોર્સ : GOOGLE

જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ મેરઠમાં ઈસ્લામ વિશે વધુ એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. મેરઠના વિક્ટોરિયા પાર્કમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન તેમણે ઇસ્લામ પર ટિપ્પણી કરી. રામભદ્રાચાર્યએ કહ્યું કે ઇસ્લામમાં મહિલાઓએ જે દુર્દશાનો સામનો કરવો પડ્યો છે તેવો બીજે ક્યાંય નથી. દરેક સ્ત્રી 25-25 બાળકોને જન્મ આપે છે અને જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેને ત્રણ તલાક આપી ત્યજી દે છે.

App Store

રામભદ્રાચાર્યએ કહ્યું, "ઇસ્લામિક પરંપરામાં મહિલાઓને જે દુઃખનો સામનો કરવો પડે છે તેવો બીજે ક્યાંય નથી. દરેક સ્ત્રી પાસેથી ઢગલાબંધ બાળકો પેદા કરી પછી તેને તરછોડી દે છે. આપણા ત્યાં આવું નથી. તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ તેમના બાળકોને સંસ્કારી બનાવે. કોન્વેન્ટ સ્કૂલના બદલે સરસ્વતી વિદ્યાલયોમાં મોકલવાનો પ્રયાસ કરો. મદરેસામાં ન મોકલો. હિન્દુ ધર્મ જેટલો ઉદાર કોઈ ધર્મ ન હોઈ શકે.

પશ્ચિમ યુપીની સરખામણી પાકિસ્તાન સાથે કરી

 અગાઉ રામભદ્રાચાર્યે પશ્ચિમ યુપીની સરખામણી પાકિસ્તાન સાથે કરતા કહ્યું હતું કે, હિન્દુઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, આપણે આપણા પોતાના દેશમાં હિન્દુ ધર્મને ન્યાય આપી શકતા નથી. પશ્ચિમ યુપીમાં આવીએ તો એવું લાગે છે કે મિનિ પાકિસ્તાનમાં આવ્યા. હવે આપણે અવાજ ઉઠાવવો પડશે. સનાતન ધર્મ એકમાત્ર ધર્મ છે જ્યાં વસુધૈવ કુટુમ્બકમ કહેવામાં આવે છે. આપણી કોઈની સાથે કોઈ દુશ્મની નથી. પરંતુ આપણે ભૂલથી પણ કોઈને છેડશું નહીં, પરંતુ જો આપણને કોઈ છેડશે તો તેને છોડીશું નહીં.

જણાવી દઈએ કે, કથાવાચક રામભદ્રાચાર્યનું આવું નિવેદન પહેલીવાર નથી. ઘણી વખત તેઓ નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે. હોબાળો થતા પાછળથી સ્પષ્ટતા કરે છે.  સંભલ મુદ્દે પણ આ પહેલી વાર નથી કે કથવાક રામભદ્રાચાર્યનું નિવેદન હેડલાઇન્સમાં છે. તેઓ સતત આવા નિવેદનો આપતા રહે છે, જેના કારણે પાછળથી હોબાળો થાય છે અને તેમણે સ્પષ્ટતા આપવી પડે છે.