VIDEO: NIA એ આતંકવાદી કેસના સંદર્ભમાં કાશ્મીરના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ટીમ, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે મોટા પ્રમાણમાં દરોડા પાડ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે અનંતનાગ જિલ્લામાં બે સ્થળોએ દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે NIA ટીમે પોલીસ કર્મચારીઓ સાથે મળીને ચાલુ તપાસના ભાગ રૂપે બિજબેહરામાં SICOP પર દરોડો પાડ્યા છે. NIA એ આતંકવાદી કેસના સંદર્ભમાં કાશ્મીરના અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે.

