Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "The Navy has been conducting continuous high-tempo operations in the North Arabian Sea for seven months, causing losses to Pakistan"

"સાત મહિનાથી નેવી ઉત્તર અરબ સાગરમાં ચલાવી રહ્યું છે સતત હાઇ-ટેમ્પો ઓપરેશન, પાકિસ્તાનને થયું નુકસાન"

Timeછેલ્લું અપડેટ : 02 Dec 2025
લાઇવ ટીવીGoogle News
"સાત મહિનાથી નેવી ઉત્તર અરબ સાગરમાં ચલાવી રહ્યું છે સતત હાઇ-ટેમ્પો ઓપરેશન, પાકિસ્તાનને થયું નુકસાન"
સોર્સ : GSTV

ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરાયેલું 'ઓપરેશન સિંદૂર' હજી સમાપ્ત થયું નથી. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું છે કે, 'ભારતીય નેવીએ ઉત્તરી અરબ સાગરમાં કેરિયર બેટલ ગ્રુપ (INS વિક્રાંત સહિત) તહેનાત કર્યું છે, અને આક્રમક તહેનાતીથી પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.'

App Store

ઉત્તરી અરબ સાગરમાં હાઇ-ટેમ્પો ઓપરેશન

પ્રેસ કોન્ફરન્સમાં એડમિરલ દિનેશ ત્રિપાઠીએ નેવીની ઓપરેશનલ સજ્જતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, અને તેથી, બધી વિગતો જાહેર કરી શકાતી નથી. છેલ્લા સાત મહિનાથી નેવી ઉત્તર અરબ સાગરમાં સતત હાઇ-ટેમ્પો ઓપરેશન ચલાવી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.

PM મોદીએ નેવીના વખાણ કર્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં દરિયાઈ સુરક્ષા અને નેવીની શક્તિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. એડમિરલ ત્રિપાઠીએ આ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, 'પ્રધાનમંત્રી મોદીએ દિવાળી પર INS વિક્રાંતમાં રાત વિતાવી હતી અને નેવીની બહુપક્ષીય ક્ષમતાઓને નજીકથી જોઈ હતી.'

નેવી દિવસ અને નવું સૈન્ય બળ

એડમિરલ ત્રિપાઠીએ આગામી નેવી દિવસની ઉજવણી અને નેવીની નવી શક્તિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, 'દર વર્ષે ચોથી ડિસેમ્બરે ઉજવાતો નેવી દિવસ આ વર્ષે કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગયા વર્ષના નેવી દિવસથી અત્યાર સુધીમાં નેવીએ એક નવી સબમરીન અને 12 નવા યુદ્ધ જહાજોને કાર્યરત કર્યાં છે. જેમાં INS ઉદયગિરી ભારતીય નેવીનું 100મું યુદ્ધ જહાજ બન્યું છે.

એડમિરલ ત્રિપાઠીએ અંતમાં કહ્યું કે, 'અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સતત ઓપરેશનલ તૈયારીઓ જાળવી રાખી છે. દરેક જહાજ અને દરેક સૈનિક કોઈપણ ક્ષણે તૈયાર છે. પછી ભલે તે ઓપરેશન સિંદૂર હોય, રાતા સાગરમાં હુથીઓને પાઠ ભણાવવાનો હોય, ચાંચિયાઓને પકડવાનો હોય, કે શ્રીલંકાને રાહત પૂરી પાડવાનો હોય - ભારતીય નેવી આજે વિશ્વની સૌથી સતર્ક, સૌથી શક્તિશાળી અને સૌથી માનવતાવાદી નેવીમાંની એક છે.'