Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Modi Cabinet approved seven new four-lane railway projects to improve train movement.

VIDEO: ટ્રેનોની અવરજવર સુધારવા મોદી કેબિનેટે સાત નવા ચાર-લેન રેલવે પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા.

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્ર સરકાર કેબિનેટ બેઠકમાં રેલવે ક્ષેત્રે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોની સંખ્યા અને આવન-જાવનને સુધારવા માટે કેબિનેટે દેશના 7 હાઇ-ડેન્સિટી રૂટ પર ફોર-લેન નાખવાની મંજૂરી આપી દીધી છે, જેમાં દિલ્હી-મુંબઈ રૂટ પણ સામેલ છે. રેલવેના 11 હજાર કિમી લાંબા અને 7 મુખ્ય હાઇ-ડેન્સિટી કોરિડોર દેશના કુલ ટ્રેફિકનો લગભગ 40 ટકા હિસ્સો સંભાળે છે. આ 'ગોલ્ડન ક્વાડ્રિલેટરલ' રૂટ પર ભારે ભીડ રહેતી હોવાથી તેને ફોર-લેન બનાવવાની યોજના છે. અગાઉ આમાંથી લગભગ બે હજાર કિમી રૂટ ફોર-લેન બની ચૂક્યો છે, જ્યારે અન્ય 5,000 કિમી પર કામ ચાલુ છે અથવા મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ટ્રેનો સમયસર દોડી શકશે, મુસાફરોની કનેક્ટિવિટી ઝડપી બનશે અને ખાસ કરીને તહેવારોમાં મુસાફરી કરતા લાખો લોકોને મોટી રાહત મળશે.

App Store