Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Indian Ministry of External Affairs announced a ceasefire between the two countries.

બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ભારતીય વિદેશ મંત્રાલયે કરી જાહેરાત, પાકિસ્તાનના DGMOએ ફોન કર્યો

Timeછેલ્લું અપડેટ : 10 May 2025
લાઇવ ટીવીGoogle News
બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ભારતીય વિદેશ મંત્રાલયે કરી જાહેરાત, પાકિસ્તાનના DGMOએ ફોન કર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે.

App Store

જમીન, વાયુ અને સમુદ્રમાં ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ

ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે 'પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.'

વિદેશ મંત્રાલયની જાહેરાત અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, બંને દેશો સાથે વાતચીત કરી છે. અને અમેરિકાની મધ્યસ્થી બાદ સિઝફાયર માટે બંને દેશોએ સંમતિ દર્શાવી છે. 

અમેરિકીની મધ્યથી યુદ્ધવિરામ થયું, ટ્રમ્પનો દાવો

ઓપરેશન સિંદૂર બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના'

અમે PM મોદી અને PM શરીફ સાથે વાત કરી: અમેરિકાના વિદેશમંત્રીનો દાવો

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે 'છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ સંવાદ કરાયો છે. જે બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધવિરામ માટે રાજી થયા છે.'