Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Indian Embassy advised citizens in Lebanon to leave the country

'તરત જ લેબેનોન છોડી દો', ભારતીય દૂતાવાસે નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી; મિડલ ઇસ્ટમાં યુદ્ધનો ખતરો

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2024
લાઇવ ટીવીGoogle News
'તરત જ લેબેનોન છોડી દો', ભારતીય દૂતાવાસે નાગરિકોને દેશ છોડવાની સલાહ આપી; મિડલ ઇસ્ટમાં યુદ્ધનો ખતરો

ઇરાનના તેહરાનમાં હમાસ ચીફ ઇસ્માઇલ હનીયા અને આ પહેલા હિજબુલ્લાહના ટોપ કમાન્ડરની હત્યા બાદ ઇઝરાયેલે વિશ્વભરમાં પોતાના રાજકીય મિશોની સુરક્ષા વધારી દીધી છે. બન્ને દેશના ટકરાવ વચ્ચે અન્ય દેશ માટે પણ ચિંતા વધારી દીધી છે. લેબેનોનના પાટનગર બેરૂત સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશ છોડવા કહ્યું છે.

App Store

ભારત સિવાય કેટલાક અન્ય દેશોએ પણ પોતાના નાગરિકોને લેબેનોનની યાત્રા ના કરવાની સલાહ આપી છે. સાથે જ પોતાના નાગરિકોને લેબેનોન છોડવા કહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને લેબેનોનનો પ્રવાસ ના કરવા અને જલદી ત્યાંથી બહાર નીકળવાની સલાહ આપી છે.

એડવાઇઝરી જાહેર કરનારા દેશોમાં બ્રિટન અને અમેરિકા પણ સામેલ છે.