Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The ground collapsed with an explosion, 13 houses were trapped in the pit; people ran to save their lives

ધડાકા સાથે ધસી પડી જમીન, 13 મકાનો ખાડામાં સમાયા; લોકો જીવ બચાવવા દોડ્યા

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ધડાકા સાથે ધસી પડી જમીન, 13 મકાનો ખાડામાં સમાયા; લોકો જીવ બચાવવા દોડ્યા
સોર્સ : gstv

ઝારખંડના ધનબાદમાં જમીન ધસવાની (Land Subsidence) વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. બસ્તાકોલા વિસ્તાર હેઠળ બંધ પડેલી ઝરિયા RSP કોલેજ નજીક આવેલી કામિની કલ્યાણ બસ્તીમાં શનિવારે બપોરે અચાનક જોરદાર ધડાકા સાથે જમીન ધસી પડી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે જવા માટે દોડ્યા હતા.

App Store

જમીન ધસી પડવાની આ ઘટનામાં આશરે 13 મકાનોને ભારે નુકસાન થયું છે. અનેક ઘરોમાં તિરાડો (Cracks) પડી ગઈ છે, જ્યારે કેટલાક મકાનો જમીનમાં બનેલા વિશાળ ખાડા તરફ ધસી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો.

ભૂ-ધસાણ એટલું ગંભીર હતું કે અનેક ઘરોની ભૂગર્ભ પાઇપલાઇન (Underground Pipeline) તૂટી ગઈ હતી. તેના કારણે સમગ્ર બસ્તીમાં પાણીનો પુરવઠો ઠપ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં માઇન્સ રેસ્ક્યુ (Mines Rescue)ની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જમીનની સ્થિતિ તથા સંભવિત જોખમ અંગે તપાસ શરૂ કરી હતી.

લોકોનો રસ્તા પર ઉતરી વિરોધ

ઘટનાથી આક્રોશિત સ્થાનિક રહેવાસીઓ ઝરિયા-ધનબાદ મુખ્ય માર્ગ પર આવી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. લોકો રસ્તાની વચ્ચે ઊભા રહી જતા વાહનવ્યવહાર (Traffic) સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં મેયર સંજીવ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે BCCL અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે રાહત કામગીરી (Relief Work) શરૂ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ બસ્તાકોલા GM એસ.કે. ગાયકવાડ અને રાજાપુર પ્રોજેક્ટ અધિકારી એમ. કુંડૂ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સિન્દરી DSP પ્રકાશ ચંદ મહતો પણ પોલીસ ટીમ સાથે ત્યાં હાજર રહ્યા હતા. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમને યોગ્ય કાર્યવાહી અને મદદનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ વિરોધ કરી રહેલા લોકોને શાંત કરવામાં આવ્યા હતા.

અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

મેયર સંજીવ સિંહે અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે વસાવવામાં આવશે.

તાત્કાલિક રાહત (Immediate Relief) તરીકે ઘરવિહોણા બનેલા આશિષ રવાણી, નિરંજન રવાણી, બેબી દેવી અને વિશ્વજીત દેના પરિવારો માટે રાત્રી રોકાણની વ્યવસ્થા બસ્તાકોલા રેસ્ક્યુ સ્કૂલના GM કાર્યાલયમાં કરવામાં આવી છે.

હાલ ટેકનિકલ ટીમ દ્વારા સ્થળની તપાસ ચાલી રહી છે. જમીન ધસાવાની પાછળનું ચોક્કસ કારણ જાણવા અને વધુ મકાનો જોખમમાં છે કે નહીં તે નક્કી કરવા અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ટોપિક્સ:dhanbadjharkhandland subsidence