Video: પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી

પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે શરદ પૂર્ણિમાના પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વહેલી સવારથી જ સંગમ કિનારે ભક્તોની અવરજવર જોવા મળી હતી. ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ વચ્ચે સમગ્ર વિસ્તારમાં પવિત્ર માહોલ છવાયો હતો. શરદ પૂર્ણિમાના પર્વે શ્રદ્ધાળુઓએ પરંપરા મુજબ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.







