સપા નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી, પાન કાર્ડ કેસમાં પિતા પુત્ર દોષીત જાહેર થતાં 7 વર્ષની કેદ
સપાના ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને બે પાન કાર્ડ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. એમપી-એ

સપાના ભૂતપૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને બે પાન કાર્ડ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટે આઝમ ખાન અને અબ્દુલ્લા બંનેને દોષિત ઠેરવ્યા અને તેમને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે જ રૂપિયા 50,000નો દંડ પણ ફટકાર્યો. કોર્ટના ચુકાદા બાદ આઝમ ખાન અને અબ્દુલ્લાને ન્યાયિક કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ કેસ ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ વર્ષ 2019માં દાખલ કરાવ્યો હતો.
બે પાન કાર્ડના ઉપયોગ બદલ સજા
જણાવી દઈએ કે, ભાજપના નેતા અને વર્તમાન શહેરના ધારાસભ્ય આકાશ સક્સેનાએ 2019 માં સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ કેસ દાખલ કરાવતા આરોપલ મુક્યો હતો કે, અબ્દુલ્લા આઝમે બે અલગ અલગ જન્મ પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને બે પાન કાર્ડ મેળવ્યા હતા. એવો આરોપ છે કે અબ્દુલ્લાએ સપાના નેતા આઝમ ખાનના કહેવાથી સમયાંતરે બંને પાન કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં ટ્રાયલ એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહી હતી, જ્યાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી.
જણાવી દઈએ કે, આઝમ અને અબ્દુલ્લા આજે બપોરે કોર્ટમાં હાજર થયા. એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટ શોભિત બંસલે આઝમ ખાન અને તેમના પુત્રને છેતરપિંડીનો દોષિત ઠેરવ્યા હતા. એડીજીસી સંદીપ સક્સેનાએ જણાવ્યું કે કોર્ટે બંનેને સાત વર્ષની જેલની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.






