Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Cockroach movement is a headache for the BJP, overtaking the NDA in the survey and a bumper advantage for the Congress

કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, સર્વેમાં NDAને પછડાત અને કોંગ્રેસને બમ્પર ફાયદો

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો,  સર્વેમાં NDAને પછડાત અને કોંગ્રેસને બમ્પર ફાયદો
સોર્સ : gstv

એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સરવે અનુસાર, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય તો ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વ હેઠળનું એનડીએ (NDA) ગઠબંધન 326 સીટો સાથે ફરીથી સત્તા પર વાપસી કરી શકે છે. જોકે, જાન્યુઆરી 2026 ના સરવેમાં એનડીએને 352 સીટો મળવાનું અનુમાન હતું, જેની સરખામણીએ છેલ્લા 6 મહિનામાં 26 સીટોનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં એનડીએ બહુમતીના આંકડા કરતાં ઘણું આગળ છે અને કેન્દ્રમાં સરકાર બનાવવાની મજબૂત સ્થિતિમાં છે. આ આંકડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2024 ના '400 પાર' ના લક્ષ્યાંકથી ઘણો પાછળ છે.

App Store

ભાજપને નુકસાન અને કોંગ્રેસનો ઉછાળો

પાર્ટીવાર આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ નુકસાન થતું જણાય છે. તાજા સરવેમાં ભાજપને 261 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરી 2026 માં 287 સીટો હતું. એટલે કે ભાજપના અનુમાનિત આંકડામાં 26 સીટોનો ઘટાડો થયો છે, જોકે 2024 ની લોકસભા ચૂંટણીની 240 સીટોની સરખામણીએ આ દેખાવ હજુ પણ સારો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ સરવે આશાસ્પદ રહ્યો છે. કોંગ્રેસને 106 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરીના 80 સીટોના અનુમાન કરતાં 26 સીટો વધુ છે.

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલનની અસર