Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The army rescued two people from the raging flood

VIDEO: સેનાએ પૂરના ધસમસતા પ્રવાહમાંથી બે લોકોને બચાવ્યા

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આભ ફાટવા જેવી સ્થિતિ અને ભારે વરસાદને કારણે મુરાદપુર નદીના જળસ્તરમાં અચાનક ભારે ઉછાળો આવ્યો હતો. પાણીનો પ્રવાહ વધવાના કારણે નદીની વચ્ચે બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં ભારતીય સેનાના જવાનો અને સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાના જાંબાઝ જવાનોએ જીવના જોખમે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બંને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ઘટનાસ્થળેથી સામે આવેલા વિઝ્યુઅલ્સમાં સેનાના જવાનો દોરડાની મદદથી પૂરની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા જોવા મળે છે. રાજૌરીના ડીસી અભિષેક શર્માએ ભારતીય સેના અને બચાવ ટીમની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાન અને નદી-નાળામાં પૂરની સ્થિતિને જોતાં કોઈએ જળાશયોની નજીક જવું નહીં અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકાઈથી પાલન કરવું.

App Store