Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Thalapathy Vijay's first meeting with PM Modi after becoming CM

તમિલનાડુના CM બન્યા બાદ થલપતિ વિજયની PM મોદી સાથે પ્રથમ મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
તમિલનાડુના CM બન્યા બાદ થલપતિ વિજયની PM મોદી સાથે પ્રથમ મુલાકાત
સોર્સ : gstv

તમિલનાડુના નવા મુખ્યમંત્રી જોસેફ વિજય પોતાની ખુરશી સંભાળ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર मोदीને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન સાથે તમિલનાડુની એ માંગણીઓ અંગે ચર્ચા કરી હતી જે કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર છે. મુખ્યમંત્રી વિજય તમિલનાડુના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ લઈને દિલ્હી પહોંચ્યા છે. જોકે, તેમની આ મુલાકાતનો સંપૂર્ણ એજન્ડા હજુ સત્તાવાર રીતે સામે આવ્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેઓ વડાપ્રધાન ઉપરાંત અન્ય કેટલીક રાજકીય હસ્તીઓને પણ મળી શકે છે.

App Store

દિલ્હીમાં તમિલનાડુ હાઉસ પહોંચ્યા વિજય

દિલ્હી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી વિજય સૌથી પહેલા સેન્ટ્રલ દિલ્હીમાં આવેલા 'તમિલનાડુ હાઉસ' પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવા સાંજે 4.30 કલાકે 'સેવા તીર્થ' પહોંચ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે આશરે 25 મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં વિજય અને પીએમ મોદી વચ્ચે થયેલી વાતચીતની સત્તાવાર વિગતો બહાર આવે તેની રાહ જોવાઈ રહી છે.

સિનેમાના સુપરસ્ટારમાંથી રાજકારણના હીરો બનવા સુધીની વિજયની આ સફર ખૂબ મોટી ખબર હતી. જ્યારે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (X) પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, *"થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તેમના આગામી કાર્યકાળ માટે મારી શુભકામનાઓ. કેન્દ્ર સરકાર લોકોના જીવન ધોરણને વધુ બહેતર બનાવવા માટે તમિલનાડુ સરકાર સાથે મળીને કામ કરતી રહેશે.