VIDEO: ચૂંટણી પંચ વિરુદ્ધ ઠાકરે બંધુઓનો મોરચો, ઉદ્ધવ ઠાકરેએ જ્ઞાનેશ કુમારને કહ્યા 'અદાણી કુમાર'
સોર્સ : gstv
મહારાષ્ટ્રમાં લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા દક્ષિણ મુંબઈમાં ભવ્ય 'ગર્જના' મોરચાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય ચૂંટણી પંચના વહીવટ અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR) સામે બંને ઠાકરે ભાઈઓએ એક થઈને શંખનાદ કર્યો છે. મુંબઈની આ વિરાટ સભામાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જ્ઞાનેશ કુમારને 'અદાણી કુમાર' કહીને ટોણો માર્યો હતો.આ સાથે જ તેમણે કહ્યું કે દેશની જનતા ભેગી મળીને જ્ઞાનેશ કુમારને જ સજા કરવી હશે તે જ કરશે.... જનતા સજા આપ્યા વગર રહેશે નહીં

