Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Terrorists attacked a vehicle of security forces in Jammu and Kashmir's Poonch

જમ્મુ-કાશ્મીર: પૂંચમાં આતંકવાદીઓએ સુરક્ષાદળોના વાહન પર કર્યો હુમલો, 1 જવાન શહીદ

Timeછેલ્લું અપડેટ : 04 May 2024
લાઇવ ટીવીGoogle News
જમ્મુ-કાશ્મીર: પૂંચમાં આતંકવાદીઓએ સુરક્ષાદળોના વાહન પર કર્યો હુમલો, 1 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કર્યો હતો. પૂંચ જિલ્લાના મેંધર સબ ડિવિઝનના શશિધર વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા વાહન પર ફાયરિંગ કર્યું હતું. 

App Store

અહેવાલો અનુસાર સુરનકોટના સનાઈ ગામમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય વાયુસેના (IAF)ના જવાનોને લઈ જઈ રહેલા એક વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં બે સુરક્ષા વાહનો પર આતંકવાદીઓએ ગોળીબાર કરતાં પાંચ સૈનિકો ઘાયલ થયા છે. જેમાંથી 1 જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિતના વરિષ્ઠ અધિકારીઓ વારંવાર થતા આતંકી હુમલાનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવવા માટે પૂંચમાં છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ ક્ષેત્રમાં સેના પર આ બીજો આતંકવાદી હુમલો છે, જેમાં પૂંચમાં ડેરાની ગલીમાં ઓચિંતા હુમલામાં ચાર સૈનિકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા.