VIDEO: મલપ્પુરમમાં નાડુકાની–પરપ્પનંગાડી સ્ટેટ હાઇવે પર ભયાનક ભૂસ્ખલન
સોર્સ : gstv
કેરળના મલપ્પુરમ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે નાડુકાની–પરપ્પનંગાડી સ્ટેટ હાઇવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ડુંગર પરથી મોટો કાટમાળ, પથ્થરો અને વૃક્ષો ધરાશાયી થઈને ધોરીમાર્ગ પર ખાબકતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાતાં અનેક વાહનો અટવાઈ પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પ્રશાસન અને રાહત-બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રસ્તા પરથી માટી અને કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનોની મદદથી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસને લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અને વૈકલ્પિક રસ્તાઓ અપનાવવા અપીલ કરી છે.

