VIDEO: શિમલામાં ભયાનક ભૂસ્ખલન, અનેક વાહનો કાટમાળ નીચે દટાયા
સોર્સ : gstv
હિમાચલ પ્રદેશના શિમલામાં બુધવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઢલી-સંજોલી બાયપાસ માર્ગ પર અચાનક મોટો પહાડ ધસી પડ્યો હતો. આ ભયાનક ભૂસ્ખલનની લપેટમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનો આવી ગયા હતા અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો કંપારી છૂટી જાય તેવો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્થળ પર હાજર લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે. શિમલાના સંજોલી વિસ્તારમાં આવેલા ઢલી બાયપાસ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જે સમયે પહાડ પરથી ભારે માત્રામાં પથ્થરો અને માટી નીચે ધસી પડ્યા, તે વખતે હાઇવે પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. ભૂસ્ખલનની શરૂઆત થતાં જ કેટલાક વાહનચાલકો સમયસૂચકતા વાપરીને પોતાની ગાડીઓ આગળ હંકારી લઈ ગયા હતા, પરંતુ 1 થી 2 જેટલી ગાડીઓ સીધી જ કાટમાળની ચપેટમાં આવીને દબાઈ ગઈ હતી.

