NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ માટે તેજસ્વી યાદવના સહાયકે રૂમ કરાવ્યો હતો બુક, બિહારના ડેપ્યુટી CMનો દાવો

NEET-યુજી પેપર લીક કેસમાં બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ મોટો દાવો કર્યો છે. સિન્હા અનુસાર, નીટ પેપર લીકના માસ્ટરમાઇન્ડ સિકન્દર માટે તેજસ્વી યાદવના પીએસ પ્રીતમે રૂમ બુક કરાવ્યું હતું. આ દાવા બાદ રાજકારણ ગરમાયું છે.
તેજસ્વી યાદવના સહાયકે કરાવ્યો હતો રૂમ બુક
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ નીટ પેપરમાં ગડબડ અને મંત્રીના NHAI કનેક્શનને લઇને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું, ' ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વિભાગીય તપાસ કરાવી છે. 1 મેએ તેજસ્વી યાદવના પીએસ પ્રીતમ કુમારે આરસીડી કર્મચારી પ્રદીપને સિકન્દર કુમાર માટે NHAI ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરાવવા કહ્યું હતું. ગેસ્ટ હાઉસનો નિયમ છે કે ત્રણ રૂમ ત્રણ દિવસ માટે બુક કરી શકાય છે, તેનાથી વધુ દિવસ માટે રૂમ માત્ર NHAI જ બુક કરી શકે છે.આ મામલે પ્રીતમ કુમાર અને તેજસ્વીની CBI પૂછપરછ કરશે ત્યારે જઇને સ્પષ્ટ થશે કે નીટ પેપર લીકમાં કોનો હાથ છે.'

