Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tejashwi Yadav lashes out at Modi government after appearance in Rouse Avenue court!

VIDEO: "અમે ભાજપ સામે લડીએ છીએ એટલે પાછળ પડી છે ED-IT", રાઉઝ એવન્યુ કોર્ટ બહાર તેજસ્વી યાદવના આકરા તેવર!

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કથિત 'LARA પ્રોજેક્ટ' મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ રૂબરૂ હાજર થયા હતા. અદાલતી કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા.

App Store

કોર્ટ પરિસરની બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, "અદાલતની પોતાની એક નિર્ધારિત પ્રક્રિયા હોય છે, જેનું અમે હંમેશા પાલન કરીએ છીએ. કોર્ટને જે પણ સહકારની જરૂર હોય છે તે અમે પૂરો પાડીએ છીએ. પરંતુ આપ સૌ આ કેસની વાસ્તવિકતા સારી રીતે જાણો છો: જો અમે આજે ભાજપમાં હોત, તો અમે રાજા હરિશ્ચંદ્ર જેવા ઈમાનદાર ગણાતા હોત. પરંતુ અમે ભાજપની નીતિઓ સામે મજબૂતીથી લડી રહ્યા છીએ, એટલે જ ED, CBI અને ઇન્કમટેક્સ (IT) જેવી એજન્સીઓ અમારી પાછળ લગાવી દેવામાં આવી છે."

તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "આવી કાર્યવાહીથી અમને કોઈ ફરક પડવાનો નથી. અમે અદાલત સમક્ષ અમારો પક્ષ મજબૂતી અને તથ્યો સાથે રજૂ કરી રહ્યા છીએ. દેશની જનતા હવે બધું સમજી ગઈ છે. જે રીતે ચૂંટણી પંચનો અસલ ચહેરો સામે આવી ગયો છે, તે જ રીતે ટૂંક સમયમાં CBI, ED અને આવકવેરા વિભાગના મુખોટા પણ લોકો સામે ખુલ્લા પડી જશે."

ઉલ્લેખનીય છે કે, LARA પ્રોજેક્ટ સંબંધી કથિત નાણાકીય ગેરરીતિઓના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાલી રહેલી તપાસના ભાગરૂપે લાલુ પ્રસાદ પરિવાર દિલ્હીની વિશેષ અદાલતમાં હાજર રહ્યો હતો. આ મામલે રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે અને આરજેડીએ તેને રાજકીય કિન્નાખોરી ગણાવી છે.