VIDEO: દિલ્હીમાં સ્વાઈન ફ્લૂનો કહેર, સરકારની માસ્ક અને સાવચેતી અંગે એડવાઈઝરી કરી જાહેર
દેશની રાજધાની દિલ્હીમાં સ્વાઈન ફ્લૂ (H1N1) તેમજ મોસમી ઈન્ફ્લુએન્ઝાના કેસોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હીમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના કેસો 1,777ને વટાવી ગયા છે, જેમાં ગુરુવારે એક જ દિવસમાં 114 નવા દર્દીઓ સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી જાહેર આરોગ્ય જાહેર કરી છે અને નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા તેમજ વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે.
સ્વાઈન ફ્લૂ અને ઈન્ફ્લુએન્ઝાના આંકડા: H1N1 સ્ટ્રેઈન સૌથી વધુ સક્રિય
દિલ્હીમાં આ વર્ષે કુલ ઈન્ફ્લુએન્ઝાના 2,602 કેસ નોંધાયા છે. તેમાંથી 2,392 દર્દીઓ ઈન્ફ્લુએન્ઝા-A અને 210 દર્દીઓ ઈન્ફ્લુએન્ઝા-Bથી સંક્રમિત થયા છે. ઈન્ફ્લુએન્ઝા-A કેટેગરીમાં સૌથી વધુ પ્રભાવી H1N1 (સ્વાઈન ફ્લૂ) સ્ટ્રેઈન છે, જેના 1,777થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત H3, H1 અને અન્ય સબટાઈપ્સના કેસો પણ જોવા મળી રહ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન દિલ્હીમાં 2,300થી વધુ ઈન્ફ્લુએન્ઝા-Aના કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
|
વિગત / વેરિઅન્ટ
|
કુલ નોંધાયેલા કેસ (2026)
|
|
કુલ ઈન્ફ્લુએન્ઝા કેસ
|
2,602
|
|
ઈન્ફ્લુએન્ઝા-A (કુલ)
|
2,392
|
|
H1N1 (સ્વાઈન ફ્લૂ - મુખ્ય સ્ટ્રેઈન)
|
1,777+
|
|
ઈન્ફ્લુએન્ઝા-B
|
210
|
|
એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસ (ગુરુવાર)
|
114
|
સરકારની હેલ્થ એડવાઈઝરી: શું કરવું અને શું ન કરવું?
વાયરસના ફેલાવાને રોકવા માટે દિલ્હી સરકારે નાગરિકોને શ્વસન સ્વચ્છતા જાળવવા વિનંતી કરી છે:
-
ભીડભાડવાળી જાહેર જગ્યાઓ પર ફરજિયાત માસ્ક પહેરવું.
-
ખાંસી કે છીંક ખાતી વખતે મોં અને નાક રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકવું.
-
વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા.
-
શ્વસનતંત્રની બીમારીથી પીડાતા વ્યક્તિઓ સાથે નજીકનો સંપર્ક ટાળવો.
-
આંખ, નાક અને મોંને વારંવાર અડવાનું ટાળવું.
-
જાહેર સ્થળો પર થૂંકવું નહીં અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવું.
હોસ્પિટલો સજ્જ: 35 હોસ્પિટલો સર્વેલન્સ હેઠળ, AIIMS અને NCDC લેબ કાર્યરત
-
દિલ્હીની 35 હોસ્પિટલોને વિશેષ સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવી છે.
-
સેમ્પલ ટેસ્ટિંગ અને મોનિટરિંગ માટે AIIMS અને NCDC ખાતે 2 રેફરલ લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે.
-
દર્દીઓનું વર્ગીકરણ, સારવાર પ્રોટોકોલ, હોમ કેર, વેન્ટિલેટર સપોર્ટ અને માસ્કના યોગ્ય ઉપયોગ અંગે ટેકનિકલ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
-
હોસ્પિટલો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ મારફતે ઈન્ફ્લુએન્ઝા લાઈક ઈલનેસ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન, ઈન્ફ્લુએન્ઝા અને COVID-19 કેસોની સ્ક્રીનિંગ અને રિપોર્ટિંગ મજબૂત કરવા આદેશ અપાયા છે.
આરોગ્ય મંત્રીનું નિવેદન: બેડ, દવાઓ કે મેડિકલ સાધનોની કોઈ અછત નથી
શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે હાજરી આપી હતી.

