વનતારાને ક્લીનચિટ: સુપ્રીમ કોર્ટે SIT રિપોર્ટ સ્વીકારતા કહ્યું- તમામ નિયમોનું પાલન થયું
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા (ગ્રિન્સ જૂલોજિકલ રેસક્યૂ એન્ડ રિહૈબિલિટેશન સેન્ટર)માં

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા (ગ્રિન્સ જૂલોજિકલ રેસક્યૂ એન્ડ રિહૈબિલિટેશન સેન્ટર)માં જાનવરોની ખરીદી કાયદા અનુસાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તો રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારામાં હાથીઓને મોકલવામાં કોઇ વાંધો નથી. કોર્ટ ગુજરાતના આ વાઇલ્ડલાઇફ ફેસિલિટીમાં હાથીઓને સ્થનાંતરિત કરવાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતી હતી.
વનતારા માટે બનાવેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોપ્યો
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે આ મામલાની તપાસ માટે રચાયેલી સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યો છે અને નિયમનકારી પાલન પર સંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું, 'જો વનતારા હાથીઓને વન વિભાગના રક્ષણ હેઠળ લઈ જાય છે અને સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે, તો તેમાં કંઈ ખોટું નથી. અમારા દ્વારા રચાયેલી SITએ અહેવાલ આપ્યો છે કે તમામ સંબંધિત અધિકારીઓ પાલન અને નિયમોથી સંતુષ્ટ છે.'
અનંત અંબાણીના વનતારા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે શિકારને મંજૂરી આપતા દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે ભારત કંઈક સારું કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશનનું વાઇલ્ડલાઇફ સેન્ટર સુપ્રીમ કોર્ટ સમિતિને સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. રિપોર્ટમાં કેટલીક ગુપ્ત માહિતી છે જેને જાહેર ન કરવી જોઈએ.
કાર્યવાહીની જરૂર પડશે તો અમે આદેશ આપીશું
જજોએ કહ્યું, 'અમે રિપોર્ટ જોઈશું અને જો કોઈ કાર્યવાહીની જરૂર પડશે, તો અમે આદેશ પસાર કરીશું. અમે જાણી જોઈને હજુ સુધી રિપોર્ટ ખોલ્યો નથી. સમિતિએ સમયસર પોતાનું કામ કર્યું છે, અમે તેની પ્રશંસા કરીએ છીએ.' કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે શરૂઆતથી જ હસ્તક્ષેપના પક્ષમાં નથી, પરંતુ આરોપો સામે આવ્યા બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે હજારો એકરમાં ફેલાયેલા વનતારા જામનગરમાં રિલાયન્સના રિફાઇનરી પરિસરની અંદર આવેલું છે અને આજે આ દુનિયાનું સૌથી મોટુ પ્રાઇવેટ પશુ સંરક્ષણ કેન્દ્રમાંથી એક છે જ્યા હાથીઓ સહિત કેટલાક જાનવરોની દેખરેખ, વેટરનરી સુવિધા અને સંરક્ષણ પરિયોજનાઓ ચલાવવામાં આવી રહી છે.








