Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Superstition claimed two lives: Tragic incident in Chhattisgarh's Ganditur river

અંધશ્રદ્ધાએ ગળી લીધા બે જીવ: છત્તીસગઢની ગાંડીતૂર નદીમાં દુઃખદ ઘટના

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
અંધશ્રદ્ધાએ ગળી લીધા બે જીવ: છત્તીસગઢની ગાંડીતૂર નદીમાં દુઃખદ ઘટના
સોર્સ : meta ai

Chhattisgarh Two Died Due to Drowning in River:  છત્તીસગઢના સુકમામાં અંધવિશ્વાસે બે લોકોના જીવ લઈ લીધા છે. હકીકતમાં યુવતી ઘણાં દિવસોથી બીમાર હતી અને શનિવારે (19 જુલાઈ) ઝાડ-ફૂંક કરાવવા માટે સુકમા આવી હતી હતી. પૂજા કરાવ્યા બાદ શબરી નદીમાં ડૂબકી લગાવવા માટે ગઈ. પરંતુ ત્યાં અચાનક તેનું સંતુલન ખોરવાયું અને તે નદીના તેજ પ્રવાહમાં વહી ગઈ. પૂજારી દ્વારા યુવતીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે પણ નદીમાં ડૂબી ગયા.

App Store

ડૂબકી લગાવા જતા ડૂબી યુવતી

મળતી માહિતી મુજબ, નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજો જે શખસ ડૂબ્યો તેની તપાસ થઈ રહી છે. મૃતક યુવતીની ઉંમર 17 વર્ષ હતી અને તે છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતી. અન્ય પાડોશી રાજ્યોમાં સારવાર કરાવ્યા બાદ પણ કોઈ ફરક ન પડતા તે ઝાડ-ફૂંક કરાવવા માટે સુકમા સ્થિત સુંદર નગરમાં આવી હતી. 

પોલીસે હાથ ધરી તપાસ

સ્થાનિકો દ્વારા આ વિશે પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ તુરંત જ રેસ્ક્યુ ટીમને મોકલીને મૃતદેહ શોધવાનું કામ શરૂ કરાયું છે. પોલીસે પ્રાથમિક માહિતી અને આસપાસના લોકોના નિવેદન નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.