VIDEO: ‘સુપર સુખોઈ’થી ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો
સોર્સ : gstv
ભારતના સુખોઈ-30MKI વિમાનોને ‘સુપર સુખોઈ’ કાર્યક્રમ હેઠળ અત્યાધુનિક ટેક્નોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ અપગ્રેડમાં સ્વદેશી રડાર એબ્સોર્બન્ટ મટિરિયલ એટલે કે RAMનો ઉપયોગ કરવામાં આવશે, જે વિમાનની રડાર સિગ્નેચર ઘટાડવામાં મદદ કરશે. રિપોર્ટ મુજબ, આ નવી કોટિંગથી સુખોઈના ફ્રન્ટલ રડાર ક્રોસ સેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ વિમાનમાં ‘વિરૂપાક્ષ’ AESA રડાર, આધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને અન્ય નવી ટેક્નોલોજી પણ સામેલ કરવામાં આવશે. આથી દુશ્મનના રડાર માટે સુખોઈને શોધી અને ટ્રેક કરવું વધુ મુશ્કેલ બની શકે છે. જોકે, અપગ્રેડ બાદ પણ સુખોઈ સંપૂર્ણ સ્ટેલ્થ ફાઈટર જેટ નહીં બને.

