VIDEO: ચિનાબ નદીમાં બોટ તણાતા તંત્રનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચિનાબ નદીના તેજ પ્રવાહમાં એક બોટ અનિયંત્રિત થઈને લગભગ ૫ કિલોમીટર સુધી પાણીમાં તણાઈ ગઈ હતી. બોટમાં સવાર શખ્સનો જીવ જોખમમાં મુકાતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્ટેટ ડિરેક્ટર રેસિડ્યુઅલ રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. ભારે મુશ્કેલીઓ અને નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે SDRFની ટીમે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને શખ્સને સલામત રીતે બહાર કાઢ્યો હતો. SDRFની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, જે બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

